Posts

લગન ના ફુલેકા માં બોલતો સળુંકો

  || સળુંકો ||   સરસ્વતી તે માતા આવી ચાલવાને આપો અકકલ એ પરમાણે અમે સળુંકો ગાયે સીએ સારો દશ માતાજી છીએ તમારા || ૧ કાલા-ઘેલા ની શારદા સતી | આપ અક્કલ જાણતા નથી મૂરખ મુંઢ ને અજણ્યા અમો મેર રાખો ને માતાજી તમો ||૨ અવળા વેણ તો કાઢી એ અમે પચરા કરો   માતાજી તમે કહીએ શારદા સંભાળ સહી| ગયીયે સળુંકો ચોક માં જયી ||૩ ચડી ચાનક ને કર્યો ખોખરો કહીએ સળુંકો દયી હોકારો રામ રાવણ નું યદ્ધ વંચાશે ઉપર સીતા નું હરણ થશે ||૪ રાજા જનકને ઘરે કુંવરી તેનું નામ છે સીતા નારી તેને ઈચ્છા થય વર વરવાની ઢાળે ધનુષ ચોક માં જય ||૫ બળીયો હશે તે ઉપાડી લેશે તેનું ઘર તો સીતા ભોગવશે રાજા જનકે ભૂપ તેડાવ્યા અમે તમારા કાન જગાડયા ||૬ રાવણ કહેસે સબળ સારું ઈ રે ધનુષ તો થયું અમારું રીસ કરીને ઉઠ્યો છે રાણો જય ધનુશે હાથ ચંપાનો ||૭ રામ ની પાસે લક્ષ્મણજી રહ્યા બીજા છત્રી તો ખસી પણ ગયા લખમણ કહેસે રામજી ભાઈ આપણે ઘરે અદબડાઈ ||૮ સદુળા માથે સિહાસન છીએ કેસરીસિહ ને ગાનદલો કહીએ જમના ને તીરે ડાબા જળ પીધા ટચલી આંગળીએ ગોવેર્ધન લીધા ||૯ માર્યો અગાસુર દેત્ય ખેડ્યો બગાસુર પેટે સુવે અંગારો સાત સયા...