લગન ના ફુલેકા માં બોલતો સળુંકો
|| સળુંકો ||
સરસ્વતી તે માતા આવી ચાલવાને આપો અકકલ એ પરમાણે
અમે સળુંકો ગાયે સીએ સારો દશ માતાજી છીએ તમારા ||૧
કાલા-ઘેલા ની શારદા સતી| આપ અક્કલ જાણતા નથી
મૂરખ મુંઢ ને અજણ્યા અમો મેર રાખો ને માતાજી તમો ||૨
અવળા વેણ તો કાઢી એ અમે પચરા કરો માતાજી તમે
કહીએ શારદા સંભાળ સહી| ગયીયે સળુંકો ચોક માં જયી ||૩
ચડી ચાનક ને કર્યો ખોખરો કહીએ સળુંકો દયી હોકારો
રામ રાવણ નું યદ્ધ વંચાશે ઉપર સીતા નું હરણ થશે ||૪
રાજા જનકને ઘરે કુંવરી તેનું નામ છે સીતા નારી
તેને ઈચ્છા થય વર વરવાની ઢાળે ધનુષ ચોક માં જય ||૫
બળીયો હશે તે ઉપાડી લેશે તેનું ઘર તો સીતા ભોગવશે
રાજા જનકે ભૂપ તેડાવ્યા અમે તમારા કાન જગાડયા ||૬
રાવણ કહેસે સબળ સારું ઈ રે ધનુષ તો થયું અમારું
રીસ કરીને ઉઠ્યો છે રાણો જય ધનુશે હાથ ચંપાનો ||૭
રામ ની પાસે લક્ષ્મણજી રહ્યા બીજા છત્રી તો ખસી પણ
ગયા
લખમણ કહેસે રામજી ભાઈ આપણે ઘરે અદબડાઈ ||૮
સદુળા માથે સિહાસન છીએ કેસરીસિહ ને ગાનદલો કહીએ
જમના ને તીરે ડાબા જળ પીધા ટચલી આંગળીએ ગોવેર્ધન
લીધા ||૯
માર્યો અગાસુર દેત્ય ખેડ્યો બગાસુર પેટે સુવે અંગારો
સાત સયાર ને ખૂટ તો વેણ સાંભળી રામ ને ચનક ચડી ||૧૦
લય ધનુષ ને ઉચો તો કર્યો તણી સિંગ ને ભેળું રે કર્યું
ધરણીધર જે મેરુ ય રડે ઉચે તે જાણ આભ ય રડે ||૧૧
જમીને ચડાવી ચક ને કડે જળ સુંદર ના વળા હિલોળે
ધરતી ધરુજતી
નાગણી એ દીઠી સ્તુતિ કરવા સુંદરી બેઠી|| ૧૨
સુંદરી કહેસે સુણો દયાલો જમીન આવીસે રસને પિયાલ
મણીધર કેસે ઘેલી શું થય જમીન તો અહીંથી જશે જ નય ||૧૩
રાજા જનક ને ઘર સે સીતા બાણ ચડાવી રામજી જીત્યા
તેને
પ્રસંગે ધરણી ધ્રુજી અકળ બુદ્ધી તો નાગણને સુજી ||૧૪
રાજા જનકે ચોરી બંધાવી આલા ને લીલા વાંસ વઢાવી
તાંબા પીતળ ની ચોરી વસાવી આસોપાલવ ના તોરણ બંધાવી ||૧૫
પેલું મંગલ તો હરતા ને ફરતા બીજા મંગલે ચોરી માં
વરતા
ત્રીજે
મંગલે પરણ્યા કુંવર ચોથે મંગલે પીરસ્યો કંસાર ||૧૬
પરણી પધાર્યા દેવ દુવાર જય બેઠા છે મોલ મોજાર
રામ લખમણ
દોનો છે ભાઈ ભક્તો કેરા તો કેવાતા જાય ||૧૭
સાધુ સંતો ની પૂરતા આશ કૈકઇ ને સારું ચાલ્યા વનવાસ
રામચર્ન્દ્રજી સીતવાસતી ભેળા ચાલ્યા સે લક્ષ્મણ
જતી ||૧૮
લખમણ કહેસે રાખો હિમત ડુંગરિયા વચે મેરુ પર્વત
ઉચા ડુંગર
ને નીચા સે ગાળા હેઠે રમે સે કાના ગોવાળા ||૧૯
ચોમેર ડુંગર ને વચે સે ગાળી રામે ત્યાં જય ને મઢુલી
વાળી
લખમણ કહેસે
રામજી ભાઈ કરો ફૂલવાડી અહી સવાઈ ||૨૦
કેળું કેતકી ને કેવડા મોટા આકાશે દિશે સાગ ના સોટા
જાય જાવંત્રી એવા કલમો પીળા પાન અને સુરજ ના બીબા ||૨૧
પાકલ લીંબુ માં નથી કાય મણા પક્યા બોર અને નારંગી
ઘણા
ચંપો ચમેલી આંબા ની સાખ તેથી મીઠી છે લીલવા દ્રાશ||૨૨
ગુંદી ગુંદો દિશે ગણગેટી મોટા ઝાડ માં કરણ ની સોટી
વાસ આગળ તો
પુર અને પૂરી વર્તક્પુરી શબ્દ મધુરી||૨૩
ફરતી વાડ સે દાડમ કેરી પડખે રોપી સે વેલ મધુરી
માહી ખાખરે કાઢ્યા સે ગળા રૂડા-રૂપાળા કેસુડાં પીળા ||૨૪
પીળો પપેયો જમુડા ભાળ્યા બાવળ બે લીલે ફૂલડાં ની
માળા
અંજીર આલું
ને લીલા ગુવાર મહી શોભા સે અપરંપાર ||૨૫
મોટો વડલો તો પરાગ ને પાને ખજૂરી દીઠી આશરે માને
મહુડા મારવાને રાણું રસાળ ઢોલર ડાળું ને નેત્રર પાળ
||૨૬
લીલા ને પીળા પચરંગી કેળા કાળી ને ધોળી સુરજ ની કળા
વનફળ લેવા ને
રામજી ગયા સીતા પાસે તો લખમણજી રહ્યા ||૨૭
ત્યારે બેઠાતા સીતવાસતી ખોળે ઊંઘતા લખમણ જતી
વનફળ લય ને આવ્યા ભગવાન ઉડયા પાનને દીઠા નવ વસ્ત્ર
||૨૮
રામ ને હયે ઉપજ્યો કાળ મેલી વનફળ ને ચડાવ્યું બાણ
ડાહ્યે ડાપણ વિચારી જોયું પોતાના મનમાં ચિત પોર વાયુ
||૨૯
એકલે હાથે નય પડે તાળી એમ વિચારે મન વનમાળી
એકલું હજો
નવ વનમાં ઝાડ હું કેમ તોડું બંધુ કમાડ ||૩૦
મૂર્ગલો આવ્યો સે વાડી વિણવાને ધનુષ લય ને દોડ્યા
ભગવાન
પડતા મારગે
નાખી સે ચીસ દોડ બાંધવ લખમણ આદિશ ||૩૧
જાગ્યા જતી ને પીધું સે નીર સીધા દોડ્યા સે સામેર
તીર
તાપડે આવ્યા
રામ ની પાસ રામ કહેસે લખમણ આવ્યાસે ||૩૨
એકલી મઢીને અહી શું આવ્યા રાકસો જાશે મઢી માં ફાવ્યા
સુની મઢી ને
સુની સે નારી વસે જંગલમાં દેત્ય હજારી ||૩૩
સીતા એકલા વન મોજાર માટે લખમણજી જાવો અવ્વાર
જોગી વેશે
તો રાવણ થયો ભિક્ષા માંગવા મઢીએ ગયો ||૩૪
કુડે મોએ રે માંગીશ નય હેયા ની ખાતરી સે નય
સીતા લાવેશે વનફળ થાળ ત્યાં તો આડી સે રામ ની આડ
||૩૫
કેમ લોપાય નાથ ની આડ આડ લોપનતા જાય જ પ્રાણ
જીવતા પ્રાણ કાઢે તે એકય લેને જોગીડા છુટાડી ભિક્ષા ||૩૬
છૂટી ભિક્ષા તો અર્થ ન આવે પાવડી ઉપર પગ ધરાવે
સંતો કહે ભિક્ષા આપો ને અમને નહિ તો પાપ લાગશે તમને
||૩૭
સંતો કે ચરણ વિચારી મેલે લય સીતા ને રાવણ ટેલે
પંખીડા એ તો માંડ્યો પોકાર મોર પપીહા કરે હોકાર ||૩૮
ચકવો ને ચકવી ડાળી એ ડોલે કોયલ કંઠડા તાણી બોલે
મઢી એ કાગડા
પડતા દીઠા હરેડી ને રામ હેઠા રે બેઠા ||૩૯
રામ ને નેણે અસાડો ઝરે તેની સ્સ્તુતી તો લખમણજી કરે
ચૌદભુવન ના
મોટા મહારાજ કલ્પન્તારું માં ધમધોયા જ ||૪૦
ચિતવા સારું રોવા શું બેઠા એમ બોલી ને લખમણજી બેઠા
પતીવર્તા
દેવ સે સીતા લખે મળશે જાનકી સીતા ||૪૧
એક તેડાવો બળીયો હનુંમાન કાઢો ખબર ને આપો ફરમાન
તેના દેશ
માં ખબર કઢાવો એવું સાંભળી વાંદરો આવ્યો ||૪૨
તેના દેશ તો લયો ખણખોળી ખૂણે ખાચરે લળો ઢનઢોળી
મુખે વાત તો
હતી ભગવાન એવા આવ્યા છે જતી હનુમાન ||૪૩
આવી નમાવે ચરણે શીશ માથે હાથ મેલે જગદીશ
તમારા દર્શન અમેને થયા પંડ થી પ્રાચી વીઘળે ગયા ||૪૪
રામ કહેસે હનુમાન જતી રાવણ લય ગયો સીતાવાસતી
આગે રાવણ
લંકા નો કોટ લિયે વલિયો કોટ ને સોટ ||૪૫
જમાને દેખી મુછ તો મરડે ઘરે વીજાતા કોદડા ભરડે
ગૃહ બંધાતા
ઢોલિયે રાજ ઘરે પવન પાણી ભર્યા જ ||૪૬
સુરજ ને કરને રસોયો ચડે સામાસામી તો દાંત ભરડે
એવો રાવણ
મહાબલવંત એને જીતશે જતી હનુમંત ||૪૭
હનુમાનજી કેસે સુણો ભગવાન આપો આજ્ઞા તો મારું ય
શ્વાન
નહિ તો
હય્યા માં મારે સે સામ મારી રાવણ ને કરવું સે કામ ||૪૮
કયો તો લંકા ને ખોદી ને કાઢું કયો તો લંકા ને
અદ્દ્ધર ઉડાડ્ડું
કયો તો લંકા ને ત્રાજવે તોલું કયો તો લંકા ને સાગર
માં બોળું ||૪૯
કયો તો લંકા ને લાવું તમ પાસ હુકમ ઉઠાવવા ત્યયાર
દાસ માથે હાથ તો મેલે ભગવાન મુદ્રિકા લય ને ચલ્યા
હનુમાન ||૫૦
બળ પ્રમાણે ઠેકડો માર્યો લંકા મેલી ને પરલંકા પડ્યો
ગુલાટ મારી ને બેઠા રે થયા પનિહારી પાસે પૂછવા ગયા
||૫૧
તારી નગરીના સાચા રે નામ ભાઈ તમારે પૂછવાનું શું કામ
ત્યારે કહે
સે સુણો ને વીર માથે કુંભ ને ભર્યું સે નીર ||૫૨
મારગ બતાવ પધારો તીર પણ માથે ભરીને મેલું સે નીર
પેલા પુન તો
જય શું આરી રામ ને નામે દેશ નો ધારી ||૫૩
અમેને મારગ બતાવો નારી એમ બોલ્યા છે બાળ બ્રમચારી
ત્રાહી બેઠા
ને હાથે અરેડી ચામાં ચરુખાને રાવણ ની વાડી ||૫૪
એક ઝાડ તો આસો ના ભાળ્યા તેની નીચે તો સીતા નિહાળ્યા
જય મુદ્રિકા
પડતી મૂકી જયારે ત્યારે જાનકી મન વિચારે ||૫૫
ત્યારે સીતા એ મન કર્યો વિચાર હોસે કર્યું જોવા
અવ્વ્વાર
બેઠો સે
વાંદરો મરડે સે મુછું ખાવા નું વાંદરે માતાજી ને પૂછ્યું ||૫૬
ટાંગ મારી ને રાવણ નું દુખ ખોજી કાઢે સે આપનું સુખ
જેની પોકે તો મેરુ જ ફાટે લેશે પ્રાણ તો બોર ની સાટે
||૫૭
રાવણા થી તો બીતા જ રયે એમ વિચારે જાનકી હૈયે
રાવણ ની બીક હૈયે નય ધરતા એમ કહે જતી હનુંમનતા ||૫૮
હનુમાન કહેસે સુણો ને સીતા આપો આજ્ઞા જો તમો જ માતા
કયો તો લંકા
ને ખોદીને કાઢું આપો રજા તો વનફળ પાડું ||૫૯
બહુ સુતા જો વ્યાપી હોયતો પડ્યા વનફળ ચાખી ને જોય
પડ્યા વનફળ
વીણી ખાજો એવી બીક તો રાખી ને જજો ||૬૦
હનુમાન કહેસે સુણો જાનકી સતી ન જાણે રાવણ લંકા નો
પતિ
એમ કહી ને ચાલ્યા
નિરધાર જયને ઉભા છે વાડી મોજાર ||૬૧
પાકલ ભાર ને અઢાર ફલેલ પાકા ચક ને આંબા ની ડાળ
પાકલ
દ્રાક્ષ દીઠા સે આંબા ખેચી ઉમબેળી સુવાડ્યા લાંબા ||૬૨
કેરી ખંખેરી ઝેરી જનજેરી ક્રોધાલો વનફળ ખાય સે ખેરી
ચંપો મરવો
ને નાગરવેલ કેરી કીધું ને પાછુ કરી પથારી ||૬૩
તેણે દીઠી પાકલ દ્રાક્ષ માહી ઠંડી છે આંબા ની સાખ
થડ ઝાલી ને ભોય પછાડી જેમ ગાંજે વીજ અષાઢી ||૬૪
વીણી જુવે તો દો ડાળી ભાળી સામા આંબા ની ડાળ નિહાળી
પડતી મેલી ને આને રહાલે લીંબડા ફળ તો મોમાં રે નાખે
||૬૫
જેમ તેમ થય ને ઉતાવળા ચાલે તેમ તેમ વચમાં વનફળ ભાવે
આડે આવે
એટલા ઉભેળી નાખે મીઠું જાણી ને મોમાં તો નાખે ||૬૬
મોટા વડલા તો દીઠા બે ચાર છાયાપર પૂરે ફૂલવાય મોજાર
મોટેઘેલેરે રાવણ શિકાર હનુમાન ને કાને ઉપજ્યો કાળ
||૬૭
ખેચી નાખો સે વડાવાય સમૂળો જેમ ઉડાડે ઘાસ નો પૂળો
પડતા મેલી
ને આઘેરા હાલે તાડ ના કેરા નજર માં કાલે ||૬૮
તૂકી તમેડી પડ્યા છે હેઠા ચુથી નાખ્યા છે પીપર ના
ટેટા
ખેચી ખજૂરી
ખેચ્યા પોપયા ખેચ્યા વનફળ કાય ઉછાળ્યા ||૬૯
વરસે ઘુટ તો બોર સે પીળા કેળ માહીસે લાલ લંઘેલા
બાવળ બેલી
ને બાવન હરમાં રિષ ના ભર્યા ચલ્યા સે ક્રમાં ||૭૦
કરણી કરેણું ફૂલે ભરેલી ગુંદી ખનખેરી નાખી સે ઠેલી
ઉપર લાવે સે
ખીજ્ડે ખેરી અંજીર આદુ ને અંગે ભરેલી ||૭૧
પારસજી ને પાઈ તો લાગે સ્વામી તમારા જડબા ભાંગે
દોરુપેચે રે
તમારી કાયા દેખી ભરમ ને ચડી છે માયા ||૭૨
પરસ તમોને આધેરા હાલે પાટું મારી ને ઉમ્ભરા પાડ્યા
એમ કરી ને ઉતાવળો કૂદયા ગુંદો ગુંદી ને સમૂળા
ગુન્દયા ||૭૩
સરગવા પાસે સરસવો દીઠો પાટું મારી ને કોમભેકો કીધો
મનગમતા તો વનફળ ચાખ્યા એક ઝાડ તો આસો ના રાખ્યા ||૭૪
ઉગતે સુરે આવ્યો સે માળી જઈ વાડી માં રહ્યો નિહાળી
વાડી દીઠા રે ઉંધા મૂળ રે નજરે દીઠી ને ઉપજ્યો શુળ ||૭૫
વળ્યો માળીડો લંકા ભણી હાલે માથા ના બાંધણ કાંધ માં
ઘાલે
પડતો અખડતો
ઝાંપે રે આવ્યો રડતો કગરતો સભા માં આવ્યો ||૭૬
સાંભળો રાજાન વાત અમારી વાડી ઉમ્ભેરી નાખી તમારી
આગે રાવણ
કાંધેરાવ ને કીધું વાયરાને ઉપજ્યો ભાવ ||૭૭
લય દારૂમાં દેવતા નાખે રાવણ ને કાને શબ્દ જ પાકે
સિહ ની બડ
માં કર્યો સાબુત ધરી ગદા ને થયા રે યુદ્ધ ||૭૮
ઉઠ્યો દેત્ય ને ખડખંખેરું ઉઠ્યા દેત્યો ને વાંદરો ને
ઘેરો
રાવણ સાંભળી
કાળજ ચડ્યો ગદા બાણ ને તીર અલ્ગ્ડ્યું ||૭૯
ઉભો વાડીથી જઈ કોર એકલો વાંદરો ને મંડાણો શોર
લઈ એક ઝાડ
આશો નું રંગી આગે બળીયો ને હતો બજરંગી ||૮૦
માથે હાથ તો ફેરવે જાનકી હૈયા માં ઈતો રાખે જાનકી
સાદુળા માથે
કેમક જવું મારી વાડી માં આદુ વવાયું ||૮૧
આવ્યા દેત્યો ને નથી કય મણા ગોફાડે ગાલે ઉડાડે પણ
લોઢા ના
ગોળા જથરડા નાખે વાંદરો નામ રામ નું ભાખે ||૮૨
ભારે મસળે ને ફુકે સે ડાળું કરી હાલે ને દેશે રે
ગાળું
ચિંધવા કેરી હાક જ વાગી જાણે આ વાંદરો જશે રે ભાગી ||૮૩
બેને માર્યો તો ન જાય ભાગી એટલી વાત હૃદય માં લાગી
રાવણ
પૂછે છે
વાંદરા વીર કેમ પડે આ તારું શરીર ||૮૪
અમે કહીએ તેમ જ કરો જય ઉભા છે આના સંચરો
સીતા હર્યા
ને ચડ્યો અંબારો વીટી પૂછડે ને મેલ્યો અંગારો ||૮૫
રાવણ લંકા ઉપર ચાલે તાપણું કાઢી દેત્યો ને આલે
પીળા પટ્ટા
ને ખાખરી કોર વીટી પૂછડે કરે છે શોર ||૮૬
બહુક વાદ નહીરે પાર વીટી ને પુછડે મેલ્યો અંગાર
કુદી હનુમાન આકાશે ચડી રાવણ ના પેટે ત્રાશ્કો પડી ||૮૭
સિહ નું કીધું દેત્યો એ દીધું રાવણે સાઠે મોત માગી
લીધું
ભૂસી રાખ ને
થયા વેઈરાગી ત્યાંથી હનુમાન નીકળ્યા ભાગી ||૮૮
બીલોળી મેતો રાવણ ના બાળ્યા તેમાં તો પેલા રાવણ ના
ટાળ્યા
રાવણ થી તો
બીતા જ રહીએ તેમ વિચારી જાનકી હૈયે ||૮૯
બાળી અગાસી તોડી દરવાજા બાળ્યા કનકે સોના ના સાજા
બાળ્યા
પાવળા ને પોળ્યો પછડ્યો બાળી દીધી છે સાઠું ને ઓળ્યો ||૯૦
બાળી શેરી ને ચોઠા સહસોતી બાળી કચેરી સિહાંસન સોતી
મોટા દેત્યો તો થાને વસતા યજ્ઞ આગળ તો હાથ ઘસતા ||૯૧
વિભીક્ષ્ણ હાથે માળા તો લીધી પેલી સ્તુતિ તો રામ ની
કીધી
રાખ્યા
સ્વામી ને રહીએ તમારા સદાય છીએ સેવક તમારા ||૯૨
મોલ રાખ્યા છે વિભીક્ષણ તારા બીજા બાળ્યા તેમાં ન માખી
માળા
ત્યારે
હનુમાને કર્યો વિચાર મારે જવું છે સંયેર મોજાર ||૯૩
કુદી હનુમાન નજર મા ઘાલી સિંધુ સાગર આવે સામે ચાલી
સિંધુગર કહે
સુણો બજરંગી અરજ સુણો ને મારી એક મંગી ||૯૪
તમે કહેશો અમેય કરશું બળે જીવ તો કોને રે કહેશું
હાલી કાઠે રે બેઠા જઈ યજ્ઞી જળ માઈ ઓલવાઈ ગઈ અગ્ની
||૯૫
બળ પ્રમાણે ઠેકડો મારી રામ ની વાડી નજર માં ઘાલી
આવતા દીઠા જતી હનુમાન તેલ પટોળા ચોળ્યા ભગવાન ||૯૬
કારે હનુમાન સીતાનારી દીઠા વેણ પ્રભુ એ બોલ્યા સે
મીઠા
પ્રેમ ઉપજતા
વાત જ કાઢી સિતવા કેરી સુવજ લીધી ||૯૭
માંગો હનુમાન મન શું માંગો અત્યારે તારે લેવાનો લાભ
મનગમતા દાદર
જ કાપો અભય વચન તુજ ને આપો ||૯૮
હવે પૂરો ને હૈયા ની હામ સંતાડી વસ્તુ આપે ભગવાન
રામ ને દુષ્ટો કોય ન દિયો મરતા લંકા ને વધે તે લ્યો ||૯૯
અગર ચંદન નો ધૂપ જ બળે મારી ફાટક મણી જળહળે
રાખે ચિત જ તેલ માં બોળી સિંધ માં ચકલે ચાંચ જબોળી
||૧૦૦
લક્ષ્મણ કહેસે રામજીભાઈ યુદ્ધ કરવાની કરો વધાઈ
હવે વટક ની
કરો તૈયારી વાટુ જોતા હશે સીતા નારી ||૧૦૧
રામ કહેસે મારા હે વીર મળ્યા વાંદરા ને થયા એક તીર
રીંછ ભીષ તો મળ્યા અપાર સજ્જ થય સેન્ય ને ચાલ્યો
તૈયાર ||૧૦૨
પાછરી ચાલે છે સુરા ને પુરા માહી એક નથી અધૂરા
ત્યારે
વાંદરા આગળ ચાલે સમુદ્ર વચ માં મલક જ મારે ||૧૦૩
પાણી માહિલા સહસ્ત્ર વાંદરા નું સેન્ય જ લાવે
એવા વાંદરા પદ્મ જ ચાર એક લક્ષ્મણ ને બીજા મોરાર ||૧૦૪
પાણે ને પાણે લખ્યું ભગવાન રઘુપતિ મન સૌને એક ધ્યાન
બાંધી પાંજ
ને ઉતારું સેન્ય ઉતારી ને પોચ્યું કાઠે રે સેન્ય ||૧૦૫
પેલો પોર ને પાછલી વાગી લાગ્યું સ્વપ્નું ને મનોહર
જાગી
ઉગતા બાણ ને
ઉઠતા નારી સ્વપ્ના માં દીઠા દેવ મોરારી ||૧૦૬
અષાઢી વાદળી ઓતર માં ગાજે જાણે વાંદરા અતિ ને રાજે
લીલા પીળા ને માહી સે ઘેરા આવ્યા સે સમજી નાખ્યા સે
ડેરા ||૧૦૭
સેન્ય આવી ને દીધા સે ડેરા ચમક્યો રાવણ ને નાખે સે ફેરા
સુરો વાંદરો ને અંગદ કહીએ લીધું બીડું ને હોશ સે
હૈયે ||૧૦૮
નમાવી શીશ ને હાથ મારી હોય લંકા માં પૂછ વધારી ગયો
કીધી રાવણ ને સાથે રે વાત મારે સે માથે રઘુપતિ નો
હાથ ||૧૦૯
એમ જ કઈ ને પગ જ રોપ્યો એટલે લંકા પતિ ધમકી ને
કોપ્યો
માર્યો વાંદરો ને એક જ પાટે દેવ ને મારે પૂક જ ફાટે ||૧૧૦
કરી વાંદરે અતિ રંજાળ્યો મારી હાક ને મુગટ પાડી
ચાલ્યો સેન્ય ને વાગ્યા દોડંડી સહસ્ત્ર નીચાચ અતિ સુ
શોભી ||૧૧૧
સામા સામુ તો યુદ્ધ મંડાણુ છપ્પન કોટી ને નવસો
નવ્વાણું
માર્યો રાવણ ને એક જ બાણે આવી મંદોદરી એવે ટાણે
||૧૧૨
હાથ જોડી ને ઉભી રહી રાણી રાઘો આગળ આસું ભરાણી
લાવ્યા સીતા ને રથ માં બેસાડી સાથે શોભે છે દેવ મોરારી
||૧૧૩
રઘુપતિ એ વિભીષણ બોલાવી આપ્યું રાજ ને તિલ કરાવી
આવ્યા
અયોધ્યા વેયકુઠ પતિ સાથે રહ્યા છે હનુમાન જતી ||૧૧૪
ભૂલચૂક ની માફી રે દેજો જીભ ની અગ્રે શારદાજી રેજો
ગાય શીખે ને
સાંભળે જેહ તેના વૈકુંઠ હજો ને દેહ || ૧૧૫
|| રામચંદ્ર ભગવાન ની
જય ||
Comments
Post a Comment